મિરજાપરમાં 2.16 લાખના કેફી સિરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

હાથ કડી

મિરજાપર ખાતે કેફી મનાતા હર્બલ સિરપના જથ્થા સાથે માનકૂવાના જિજ્ઞેશ દિનેશભાઈ વાડિયા (પટેલ)ને ઝડપી પાડયો હતો

પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, મિરજાપરમાં જૂના ઈસુઝુ વર્કશોપ પાસે કિંગ પ્લાસ્ટિકની બાજુમાં ડિવાઈન એન્ટરપ્રાઈઝ હોલસેલર ઓફ કોલ્ડડ્રિંક્સના ગોડાઉનમાં હર્બલ ટોનિકના નામે કેફી દૃવ્ય બનાવી વેચાણ કરવામાં આવે છે. પોલીસે દરોડો પાડી આરોપી જિજ્ઞેશને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી આલ્કોહોલ જેવા સિરપનો તૈયાર જથ્થો તથા કાચો માલ મળી આવ્યા હતા. 33 બોક્સમાં 1650 બોટલ તથા 48 હજારના પ્રવાહી ઉપરાંત અન્ય સામગ્રી મળી કુલ 2,16,800નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી  આગળની તપાસ હાથ ધરી છે.