પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ

એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સુરેશ ખીમા કોલી નામનો શખ્સ સિલ્વર અલ્ટો કારમાં દારૂનો જથ્થો ભરી સામખીયારી ટોલનાકેથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસ કારની વોચમાં ગોઠવાયેલ હતી તે દરમિયાન બાતમી હકીકત વાળી ગાડી આવતા પોલીસે કારમાં હાજર આરોપી સુરેશ ખીમા કોલી તથા અકબર ફકીરમામદ હજામને પકડી પાડ્યા હતા. પોલીસે GJ-11-S-2710 કારની તલાસી લેતા 34 બોટલ શરાબ કી.રૂ.11,900 તથા કી.રૂ.19,000 190 નંગ બિયરના ક્વાટરિયા મળી આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી કાર કિ.રૂ.80,000 , 2 મોબાઈલ ફોન કિ.રૂ.5000 તેમજ શરાબનો જથ્થો મળી કુલ કિ.રૂ. 1,15,900નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.

પોલીસે પકડાયેલ આરોપીની દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ જથ્થો ખાનપર ગામમાં રહેતો ગોવિંદ કરશન કોલી આપી ગયો હોવાની કેફિયત આપી હતી. જોકે દરોડા દરમિયાન આરોપી ગોવિંદ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.