દુર્ગાપુરના બંધ મકાનમાથી 1.92 લાખનો શરાબનો જથ્થો ઝડપાયો
માંડવી તાલુકાના દુર્ગાપુરના નવાવાસમાં બંધ મકાનમાં પોલીસે દરોડો પાડી શરાબની 648 બોટલ કિં. રૂા. 1,92,300 શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. . જ્યારે બે આરોપી દરોડા દરમ્યાન હાજર મળી આવ્યા ન હતા.
માંડવી પોલીસ દુર્ગાપુર પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે હુસેન ઉર્ફે હુસેની સલીમ શેખજાદા તથા અસલમ ઉર્ફે સુલતાન આદમ શેખજાદા (રહે. બન્ને દુર્ગાપુરવાળા) મુસ્લિમ ફળિયામાં, જૈન બોર્ડિંગ પાછળ આવેલાં બંધ મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે બાતમી સ્થળ પર દરોડો પાડી બંધ મકાનમાંથી 7પ0 એમ.એલ.ની મેકડોવેલ્સ નં. 1ની વ્હીસ્કીની બોટલ નંગ 264 તથા 180 એમ.એલ.ની બોટલ નંગ 144 તથા રોયલ સ્ટેગ વ્હીસ્કીની 7પ0 એમ.એલ.ની બોટલ નંગ 108 અને 375 એમ.એલ.ની 120 બોટલ તથા બ્લ્યૂમૂન વોડકાની 7પ0 એમએલની 12 બોટલ એમ કુલ્લે 648 શરાબની બોટલ જેની કિં. રૂા. 1,92,300 કબ્જે કરી હતી.
આ દરોડા દરમિયાન બન્ને આરોપી હુસેન તથા અસલમ હાજર મળી આવ્યા ન હતા. માંડવી પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.