જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માનકુવા પોલીસ
માનકુવા પોલીસને પેટ્રોલીંગ દરમિયાન શિવપારસ રોડ પાસે બાવળોની ઝાડીમાં અમુક શખ્સો ગંજીપાનાં વડે તીન પત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા 4 જુગારીઓને પકડી પાડી રોકડા રૂ. 4090 નો મુદ્દામાલ હસ્તગત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- રવજી રામજી હીરાણી ઉ.વ.39 રહે. સુખપર
- બાબુભાઈ રવજીભાઈ સોની ઉ.વ.58 રહે. સુખપર
- દાઉદ હુશેન ખલીફા ઉ.વ.53 રહે. કલ્યાણપર
- નારણભાઈ વાલજીભાઈ હીરાણી ઉ.વ.51 રહે. સુખપર