નાની ચિરઈમા ઈંગ્લીશ દારૂ નો છુપાયેલ જથ્થો પકડી પાડતી ભચાઉ પોલીસ
ભચાઉ પોલીસ દ્વારા આજે બપોરના 2-15 વાગ્યાના અરસામાં આ કાર્યવાહી કરાઈ હતી. ગોકુળગામ (નાની ચીરઈ)માં રહેતા હરિ ભારા બાલસરા (આહીર)એ લાલમોરા સીમ વિસ્તારમાં પોતાના માલિકીના ખેતરમાં ભુગર્ભ ટાંકો બનાવી વેચાણ કરવા માટે અંગ્રેજી દારૂનો સંગ્રહ કર્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ખેતરમાં તપાસ કરી હતી. ખેડ કરેલી જમીનમાં ખાડો ખોદી સિમેન્ટથી બનાવેલો પાકો ટાંકો મળી આવ્યો હતો. લોખંડનો દરવાજો ખોલતા મેકડોવેલ્સ નં. 1 વ્હિસ્કીની 1692 બોટલ રૂા. 6,34,500 તથા ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હિસ્કીની 384 બોટલ રૂા. 1,34,400 એમ કુલે રૂા. 7,68,900નો જથ્થો હાથ લાગ્યો હતો, પરંતુ તહોમતદાર હાજર મળી આવ્યો ન હતો