વરસામેડીમાં જુગાર રમતા 2 જુગારી ઝડપાયા, 3 ફરાર

હાથ કડી

અંજાર પોલીસને પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, રામજી મંદિર પાસે જાહેરમાં અમુક શખ્સો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમી સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે 3 આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ.10,400, 3 નંગ મોબાઈલ ફોન કિ.રૂ. 11,000, 2 એક્ટિવા કિ.રૂ.80,000 તથા બે બાઈક કિ.રૂ.65,000 મળી કુલ કિ.રૂ.1,66,400નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. હુશેનશા સુમારશા શેખ ઉ.વ. 39 રહે. અંજાર
  2. અજય વસંતભાઈ જાગરીયા ઉ.વ.42 રહે. અંજાર