હની ટ્રેપ પ્રકરણમાં વધુ બે યુવાન પકડાયા
કચ્છ જિલ્લામાં અત્યંત ચકચારી અને દેશની સૌથી સુરક્ષિત ગણાતી જેલો પૈકીની ભુજ ખાતે આવેલ પાલારા “ખાસ” જેલની લોખંડી સુરક્ષા વચ્ચે લોખંડના મજબૂત ગેટ બહાર નેટવર્ક સ્થાઈ કરનાર બહુ ચર્ચિત હની ટ્રેપ અને ચાર કરોડની ખંડણી માંગ્યાની પાલારા જેલમાંથી રિમોટ કંટ્રોલ દ્વારા ઉભી કરાયેલી ઘટનામાં પશ્ચિમ કચ્છ જિલ્લા એલસીબી પોલીસે વધુ બે યુવાનોને ઝડપી લીધા છે. સત્તાવાર રીતે મળતી માહિતી પ્રમાણે હની ટ્રેપની આ ઘટના બાદ મુખ્ય કિરદારનો પાત્ર ભજવનાર દિવ્યા ચૌહાણ સહિત બે આરોપીઓની ધરપકડ બાદ અન્ય આરોપીઓની શોધખોળ દરમિયાન સુખપરનો વિવેકસિંહ રાણુભા જાડેજા તથા સુરતનો પરેશ ખીમજી રંધોડીયા (પટેલ) નામના બે યુવકોને પકડી પાડવામાં આવ્યા છે આ બંને યુવકો પૈકી વિવેકસિંહ જાડેજા ભુજ નજીકના સુખપર ગામનો રહેવાસી છે આ બંને યુવકોની ચકચારી આ હની ટ્રેપ મામલામાં શું ભૂમિકા છે તે અંગે તપાસ હાથ ધરાય છે અને બંને યુવકોને વિધિવત ધરપકડ બાદ અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે ત્યારબાદ બંનેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાશે જેમાં વધુ વિગતો ખુલવાની શક્યતા જોવાઈ રહી છે. અત્યાર સુધી આ ચકચારી હની ટ્રીપમાં 11 આરોપીઓના નામ ખુલ્યા છે.