અરબી સમુદ્રમાંથી ઊઠીને કચ્છ-ગુજરાત કે પાકિસ્તાનના કરાચી બંદર પૈકી કોઇ પણ સ્થળે ત્રાટકી શકે તેવી સંભાવના ધરાવતાં બિપોરજોય વાવાઝોડાંને લઇને કચ્છમાં વહીવટી તંત્ર તથા દીનદયાળ મહાબંદર પ્રાધીકરણ સતર્ક

અરબી સમુદ્રમાંથી ઊઠીને કચ્છ-ગુજરાત કે પાકિસ્તાનના કરાચી બંદર પૈકી કોઇ પણ સ્થળે ત્રાટકી શકે તેવી સંભાવના ધરાવતાં બિપોરજોય વાવાઝોડાંને લઇને કચ્છમાં વહીવટી તંત્ર તથા દીનદયાળ મહાબંદર પ્રાધીકરણ સતર્ક થઇ ગયું છે. કાંઠાળ વિસ્તારોમાં માછીમારી સહિતની પ્રવૃત્તિ અટકાવી દઇને જહાજો, બોટોને સલામત સ્થળે મોકલી દેવાયાં છે. જરૂર જણાયે સેંકડો લોકોને સ્થળાંતર માટે તૈયાર રહેવા નોટિસ પણ અપાઇ છે.
દીનદયાળ પોર્ટ ઓથોરિટી સાબદી બની છે. કંડલા બંદર ઉપર લાંગરેલા 9 જહાજોને ગલ્ફ ઓફ કચ્છમાં મોકલી દેવામાં આવ્યા છે.