ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મડૅર તથા લૂંટ ના વણશોધાયેલ ગુનાનો ગણતરી ના કલાકોમાં ભેદ ઉકેલી હત્યારા ને પી પાડતી ગઢશીશા પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોંથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધ મહિલાની હત્યાના આરોપીને પકડવા માટે ગઢશીશા પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી પશ્ચિમ કચ્છ-ભુજ નામો અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ ના ઉપયોગથી પ્રયત્નશીલ હતા..

ગત તારીખ ૦૯/૦૬/૨૦૨૩ ના રોજ ફકીકત જાણવા મળેલ કે ગઢશીશા ગામમાં આવેલ રિદ્ધિ- સિદ્ધી એપાર્ટમેન્ટમાં આવેલ મકાનમાં એક વૃદ્ધ મહિલાની ગાળામાં દુપટ્ટો બાંધેલ હાલતમાં લાશ મળેલ છે જેથી તુરત પોલીસ સ્ટાફના માણસો બનાવવાળી જગ્યાએ જઈ તપાસ કરતા તપાસ દરમ્યાન મરણજનારને ગળે ટુંપો આપી મોત નીપજાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઇ આવતા મરણજનારની લાશને સરકારી હોસ્પિટલ ગઢશીશા ખાતે લઈજઈ પોસ્ટમોટમ કરાવેલ અને જેમાં પણ ગળે ટુંપો આપી મોત નીપજાવેલ હોવાની હકીકત જણાઈ આવેલ હોઈ જેથી આ બાબતે ગઢશીશા પોલીસ સ્ટેશનનાં એ પાર્ટ ૧૧૨૦૫૦૭૬૨૩૦૧૬૨ ૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૦૨ મુજબનો ગુનો અજાણ્યા ઇસમ વિરુદ્ધ દાખલ કરી સદર ગુનાકામેના આરોપીને પકડી પાડવા માટે તાત્કાલિક ગઢશીશા પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ હત્યાના આરોપીને પકડી પાડવા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ દ્વારા પ્રચનશીલ હતા તે દરમ્યાન ગૌશા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ ડી.એન વસાવા સા.નાઓને હ્યુમન સોર્સીસ દ્રારા તથા એલ.સી.બી,પશ્ચિમ કચ્છ-ભુજ નાઓને ટેકનીકલ સર્વેલન્સ દ્વારા જાણવા મળેલ કે આામનો હત્યાનો આરોપી ભવ્ય પીયુષભાઇ ગડા રહે. ડોમ્બીવલી તા કલ્યાણ જિલ્લો- થાણે મુબઇ (મહારાષ્ટ્ર) વાળો હોઇ અને તે હત્યા નીપજાવી અને મુંબઇ ખાતે નાશી ગયેલ હોઇ. જેથી તાત્કાલિક તેને પકડવા માટે ગઢશીશા પો.સ્ટેના માણસોને મુબઇ- ડોમ્બીવલી ખાતે જઇ હત્યાના આરોપી ભવ્ય પીયુશભાઇ ગડાને મુબઇ થી હસ્તગત કરી ગઢશીશા પો.સ્ટે લાવી પુછપરછ કરતા તેણે આ કામેની મરણજનારને સાડી વડે ગળેપો આપી તેમજ મરણજનારે ગળામાં પહેરેલ સોનાની ચેન તથા હાથમાં પહેરેલ સોનાની બંગડીઓ તથા સોનાની વીંટી ની લુટ કરી લઈ જઈ ગુન્હો પોતે કર્યાની કબુલાત આપેલ જેથી આજરોજ તા.૧૨/૦૬/૨૦૨૩ ના રોજ આરોપી ભવ્ય પીયુષભાઇ ગડા રહે. ડોમ્બીવલી તા.કલ્યાણ જિલ્લો- થાણે મુંબઇ (મહારાષ્ટ્ર) વાળાને ગઢશીશા પો.સ્ટે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી શય ધરેલ છે.

પકડાયેલ આરોપીના નામ સરનામા:- (૧) ભવ્ય પીયુષભાઇ ગડા ઉ.વ.૨૨ રહે, ડોમ્બીવલી તા.કલ્યાણ જિલ્લો-થાણે મુંબઇ (મહારાષ્ટ્ર)

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી–

પો.ઇન્સ.શ્રી ડી.એન.વસાવા સાહેબ તથા પો.ઇન્સ.શ્રી એસ.એન.ચુડાસમા સાહેબ એલ.સી.બી.- ભુજ તથા પો.હેડ.કોન્સ નવીનભાઈ ધનરાજભાઈ પટેલ તથા પો.હેડ.કોન્સ મેહુલભાઈ કિશોરભાઇ ગઢવી તથા પો.હેડ.કોન્સ કુલદિપસિંહ કનુભા જાડેજા તથા પો કોન્સ ભીમજીભાઇ વેરશીભાઇ રબારી તથા પો.કોન્સ રમેશભાઇ ધનજીભાઇ ચૌધરી તથા એલ.સી.બી પશ્ચિમ કચ્છ-ભુજ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો