બિપોરજોય વાવાઝોડાની આગાહી વચ્ચે જખૌ ગામે ગાજ વીજ સાથે વરસાદ ચાલુ તેમજ અનેકવાર રજૂઆતો હોવા છતાં પણ જખૌના જર્જરિત જૂની પ્રાથમિક શાળા ને આજ દિન સુધી ધ્વસ્ત કરવામાં આવી નહિ, જે જર્જરિત પ્રાથમિક શાળા રાહદારીઓ માટે ખતરારૂપ
હવામાન ખાતા દ્વારા માંડવી થી નારાયણ સરોવર સુધીના કાંઠાળ વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડા ની આગાહી કરવામાં આવેલ છે. વાવાઝોડું ૧૫ તારીખના જખૌના દરિયા કાંઠે ટકરાઈ શકે છે, તેવી આગાહી સાથે સાવચેતી ને સુરક્ષા રૂએ અબડાસા પ્રાંત અધિકારીની સુચના અનુસાર દરિયા કિનારા થી ૨ કિલોમીટર ની ત્રિજ્યા માં આવતા તમામ ગામડાઓના લોકોને સ્થાણાંતર કરીને સુરક્ષિત જગ્યાએ લઈ જવાના આદેશો આપવામાં આવ્યા છે. જેથી, જખૌ બંદર ખાતે વસવાટ કરતા માછીમારોને જખૌ કુમાર અને કન્યા શાળા માં સ્થાણાંતર કરવામાં આવેલ છે. સ્થાણાંતર લોકોની જમવાની વ્યવસ્થા અબડાસા પ્રાંત અને મામલતદાર કચેરીની સુચના થી સ્થાનિકેની સંસ્થાઓ અને નલિયા વેપારી એસોસિયેશન દ્વારા કરવામાં આવેલ છે, તેમજ અર્ચન ફાઉન્ડેશન દ્વારા ફૂડ પેકેટ વિસ્તરણ કરવાનું જણાવવામાં આવેલ છે. સરકારી વ્યાજબી ભાવની દુકાનના માલિક રાજુભાઈ મોમાયાએ પણ સાથ સહકાર આપવા માટેની ખાતરી આપેલ છે. અબડાસા ની જનતા ની સુરક્ષા અને સલામતીની અબડાસા તંત્ર ખડે પગે ઊભો છે, તેવું તંત્રે તેમના કામોથી સાબિત પણ કરેલ છે.
આજ રોજ વાવાઝોડાની આગાહી વચ્ચે જખૌ ગામે ગાજવીજ સાથે ઝરમરિયો વરસાદ ચાલુ થઈ ગયેલ છે. કોઈ પણ જરૂરી કામ વગર ઘર માંથી બહાર ન નીકળવા અબડાસા તંત્ર અને કચ્છ કેર ટીવી ન્યૂઝ ભલામણ કરી રહ્યો છે.
અનેક વાત નલિયા તાલુકા પંચાયત ના અધિકારીઓ અને શિક્ષણ ક્ષેત્રે ના જવાબદાર અધિકારીઓને જખૌના જૂની જર્જરિત પ્રાથમિક શાળા ધ્વસ્ત કરવા માટે રજૂઆતો કરવામાં આવી ચુકી છે. પરંતુ રજૂઆતો અનુસંધાને કોઈ કાર્યવાહી ન થતાં,જખૌના જૂની જર્જરિત પ્રાથમિક શાળા વાવાઝોડા દરમિયાનની ભારે વરસાદ અને જોર થી ફુંકાવતા પવન સમયે જમીન ધ્વસ્ત થઈ જશે અને ખૂબ સારી માલહાની અને જાનહાનિ કરી શકે છે. જૂની પ્રાથમિક શાળા મુખ્ય બજાર જવા માટેના રસ્તા પર આવેલ છે, જેથી આવશ્યક ચીજ વસ્તુઓ માટે આવતા ગ્રામજનોને ગમે તે સમયે નુકશાની કરી શકે છે. જેથી સ્થાનિકોને કચ્છ કેર ટીવી ન્યૂઝ ના માધ્યમ થી ભલામણ કરવા આવે છે કે જૂની પ્રાથમિક શાળા ની નજીક થી તા : ૧૬ સુધી પસાર થવાનું ટાળવો.