હની ટ્રેપ અને ખંડણી મામલામાં ધરપકડ કરાયેલ રમેશ જોષીના રેગ્યુલર જામીન નામંજૂર*

કચ્છ જિલ્લામાં ચકચારી તેમજ અનેક ઉતાર ચડાવ અને ગંભીર પ્રકારના આક્ષેપોના કારણે બહુચર્ચિત બન્યા બાદ કચ્છના હમદર્દી હોવાનો દાવો કરનારની ભૂંડી ભૂમિકાના કારણે વધુ વિવાદિત બનેલ હની ટ્રેપ મામલામાં અનંત તન્ના પાસેથી 10 કરોડની ખંડણી માંગ્યાની કથિત ઘટનામાં રમેશ જોષીની ધરપકડ કરાઇ હતી. લડાયક મંચના અધ્યક્ષ રમેશ જોષીએ રેગ્યુલર જામીન માટેની અરજી કર્યા બાદ નામદાર અદાલતે ગુનાની ગંભીતાને ધ્યાને લઈ, આ ઘટનામાં હજુ કેટલાક આરોપીઓ પકડવાના બાકી હોવાથી તથા તપાસ પણ બાકી હોઇ તપાસનિશ અધિકારી અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં લઇ રમેશ જોશીના રેગ્યુલર જામીન ના મંજૂર કરતો ચુકાદો આપ્યો છે.