અંજારના દુધઈ નજીક ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

copy image

કચ્છમાં 2001માં આવેલ વિનાશક ભૂકંપ બાદ આજે પણ હજુ ધરામાં હલચલ અનુભવાતી હોય છે. ત્યારે, ભૂસ્તરીય ગતિવિધિમાં ફરી આજે સળવળાટ જોવા મળી રહ્યો છે. આજ રોજ  ગુરુવારે બપોરે 1.55 મિનિટે અંજાર તાલુકાના દુધઈ ગામથી 23 કિલોમીટર દૂર રણ કાંઠા તરફના વિસ્તારમાં 2.9ની તીવ્રતા ધરાવતો આફ્ટર્શોક ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર ખાતે નોંધાયો હતો. જોકે આજે આવેલા ભૂકંપના આંચકાની લોકોમાં ખાસ અસર અનુભવાઈ ન હતી.