ગાંધીધામ ખાતે આવેલ શ્રી હરી હોસ્પિટલના માલિક સાથે તેમના જ કર્મચારી દ્વારા 12,75,784 ની ઠગાઈ આચરાઈ
ગાંધીધામ ખાતે આવેલ શ્રી હારી હોસ્પિટલના માલિક નીતેશકુમાર સુથાર દ્વારા કુલ રૂ.12,75,784 ની ઠગાઈ થઈ હોવાની ફરોયાદ ગાંધીધામ પોલિસ મથકે નોંધાવામાં આવી છે. તેઓના જણાવ્યા મુજબ ગાંધીધામ ખાતે તેઓ પોતાની હોસ્પિટલ ચલાવે છે તેમજ તે હોસ્પિટલના ગ્રાઉંડ ફ્લોર પર શ્રી હરી નામની મેડિકલ ચલાવે છે જેની જવાબદારી તેઓએ તા 8|11|2016 થી તેમના સંબધી કલ્પેશભાઇ મયારામ સુથારને આપેલ હતી જેમાં દવા લે-વેચ તથા મેડિકલના તમામ બીલો તેમજ વહીવટી કામકાજ તેઓને સોપવામાં આવેલ હતું. તેમજ ગાંધીધામ તથા ભુજની અલગ અલગ દવાના હોલસેલના વેપારીઓ પાસેથી દવા મંગાવવાનું તથા ખરીદેલ માલ માલનું પેમેન્ટ કરતાં હતા. માર્ચ-2023ના રોજ કલ્પેશ ભાઈએ તેઓના લગ્ન હોવાથી તેમણે પૈસાની જરૂર છે તેવી માંગણી કરી જેથી ફરિયાદીએ તેમને રૂ.5,00,000 હાથ ઉછીના આપેલ હતા તેમજ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતાં મારા સગા ભાઈ ડો.ચીરાગભાઈ સુથારે કલ્પેશ ભાઈને લગ્ન માટે 50,000 હાથ ઉછીના આપેલ હતા. કલ્પેશ ભાઈ હોસ્પિટલ મેડીકલ નોકરીમાથી 2 માસની રજા લઈને ગયેલ જે લગ્ન કરી એપ્રિલ માસમાં પરત આવી હોસ્પિટલનું કેટલુક સમાન તેમજ કામકાજ માટે રાખેલી અક્ટિવા પોતાના ભાડે રાખેલ સરનામે લઈ ગયેલ હતો. કલ્પેશ ભાઈ રજા પર ગયેલ તે સમય દરમીયાન તેઓની જગ્યાએ રાજભાઈ પુરોહિતને નોકરીએ રાખેલા હતા તથા અમારા જૂના સ્ટાફના રોહનભાઈ જેઓ બને મેડિકલનું કામ સાંભળતા હતા ત્યારે તેઓએ મેડિકલના હિસાબોમા ગોટાળો હોવાનું જણાતા અમોએ મેડિકલના દવાનો સ્ટોક અને હાજર દવાનો સ્ટોકમાં તફાવત હોતા હિસાબના અલગ અલગ એજન્સીઓથી ખરીદેલ દવાના ખરીદીના બીલો કુલ રૂ.4,00,000 જે કોમ્પુટરમાં ચડાવેલ ન હતા. તેમજ ફરિયાદીએ કલ્પેશભાઈને અલગ અલગ એજન્સીઓ પાસેથી ખરીદેલ દવાનું પેમેંટ કરવા પેટે કુલ રૂ.3,25,748 આપેલ હતા જે તેમણે પોતાના અંગત વપરાશ માટે રાખી દીધેલ છે.
આમ, કલ્પેશ ભાઈએ 01|04|2016 થી તા.31|03|2022 સુધીમાં પોતાના લગ્ન પ્રસંગે રૂ.5,00,000 તથા અલગ અલગ એજન્સી પાસેથી ખરીદેલ દવા બારોબાર વેચીને રૂ.4,00,000 તથા અલગ અલગ એજન્સીઓને ચૂકવવાના થતાં રૂ. 3,25,748 જે કલ્પેશ ભાઈએ પોતાના અંગત વપરાસ માટે ઉપયોગમાં લઈને કુલ રૂ. 12,75,948 ની છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કર્યા હોવાની ફરિયાદ નોંધાવાઇ છે.