પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, હરેશ નારણ ભરવાડ તથા મહેશ મેરા ભરવાડ નામના શખ્સો પી.એસ.એલ. કાર્ગો ક્રિકેટ ગ્રાઉન્ડની પાછળના ભાગે બાવળની ઝાડીમાં વિદેશી દારૂ વેચાણ અર્થે મંગાવેલ છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત બાતમી હકીકત સ્થળ પર દરોડો પાડતા GJ-12-ES-1026 બાઇક તથા દારૂની પેટીઓ મળી આવી હતી. જોકે, આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. પોલીસે વિદેશી દારૂની 96 નંગ બોટલ કિ.રૂ. 36,000 તથા બાઇક મળી કુલ કિ.રૂ.61000નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.