ગાંધીધામ પોલીસે 2 સ્થળે દરોડા પાડી 9 જુગાર પ્રેમીઓને ઝડપ્યા
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે 2 સ્થળે દરોડા પાડી જુગાર રમતા 9 આરોપીને પકડી પાડ્યા હતા.
ગાંધીધામ પોલીસે મળેલ બાતમીના આધારે સુભાષચંદ્ર પાર્ક પાસે આવેલ પાણીના ટાંકા પાસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે 4 શખ્સોને જુગાર રમતા પકડી પાડી રોકડા રૂ. 12,200નો મુદ્દામાલ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- ભાવેશભાઈ બળદેવભાઈ સોલંકી રહે. ગાંધીધામ
- કુમાર ગોવિંદભાઈ લાડે રહે. ગાંધીધામ
- ઓમપ્રકાશ તુકલાલ સોની રહે. ગાંધીધામ
- પ્રકાશ રામસંગજી ભીલ રહે. ગાંધીધામ
બીજો દરોડો પોલીસે પડાણા પંચરત્ન કોમ્પ્લેક્ષની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં પાડ્યો હતો. આ દરોડામાં 5 જુગારી જુગાર રમતા ઝડપી પડાયા હતા. પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી રોકડા રૂ. 10,700નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- સાહિદૂઅલી કિસ્મત અલી રહે. પડાણા
- અખ્તરઅલી મોન્ટુઅલી શેખ રહે. પડાણા
- પરમેશ્વર ઉમેશચન્દ્ર વરમન રહે. પડાણા
- શીવલાલ રાજકુમાર મીરધા રહે. પડાણા
- અલીહુશેન મોહમદસીધિક અલી રહે. પડાણા