અંજારમાં બહુજન આર્મીએ દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડી એક ઈશમને ઝડપ્યો
અંજાર ખાતે આવેલ દબડા વિસ્તારમાં બહુજન આર્મી દ્વારા જનતા રેડ કરી દેશી દારુ સહિત એક ઈશમને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ પણ ત્યાં આવી પહોચી હતી. અંજાર પોલિસ પેટ્રોલીંગમાં હતી તે દરમીયાન બાતમી મળી હતી કે અંજારના દબડા વિસ્તારમાં પુનશી દેવરાજ ગઢવી નામનો વ્યક્તિ ગેર કાયદેસર રીતે દારૂનું વેચાણ કરે છે. અને અમુક માણસોએ દારૂ વેચનારને પકડી રાખ્યો છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોચી તપાસ કરતાં દેશી દારૂ સહિત હરેશ ખમુ નામનો ઈશમ મળી આવેલ હતો. પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ પોતે કામ કરતો હોવાનું જણાવી દેશી દારૂ મકાન માલિક પુનશી દેવરાજ ગઢવીનું હોવાનું જણાવ્યું હતું. પોલિસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કલમ 65 (ઇ), 81 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.