અંજાર તાલુકાના મોડવદર ગામમાથી કુલ કિમત 60,240નો ગેર કાયદેસર વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પડાયો
અંજાર પોલિસ પેટ્રોલીંગમાં હતી તે દરમીયાન બાતમી મળી હતી કે મુકેશગર માયાગર ગુંસાઈ નામના વ્યક્તિએ અંજાર તાલુકાનાં મોડવદર ગામમાં વસુભા સોસાયટીમાં પોતાના કબ્જાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઊતારેલ છે. પોલીસે બાતમી વળી જગ્યાએ દરોડો પાડતા આરોપી હાજર મળી આવેલ ન હતો. આરોપીના કબજાની ઓરડીમાં વધુ તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કુલ રૂ.60,240 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી હાજર ન મળેલ આરોપીને પકડી પાડવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.