અંજાર ખાતે ટ્રેલર ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો; માથાના ભાગે ગંભીર ઈજા થતાં યુવકનું મોત નીપજયું

copy image

અંજાર મુન્દ્રા હાઈવે પર ટ્રેલરના ચાલકે દિલ્પેશ ગોવિંદ ચાવડા નામના વ્યાકતિની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી અડફેટે લેતા અકસ્માત સર્જાયું હતું. જેમાં મોટરસાયકલ ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું  મોત નીપજયું હતું. ટ્રેલર ચાલક વિરુદ્ધ અંજારમાં રહેતા જીગર ગોવિંદ ચાવડા દ્વારા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોધવાઈ હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીને ફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે તેમના મોટાભાઈનું અંજાર-મુન્દ્રા હાઇવે રોડ પર મોમાઈ કૃપા હોટલની સામે અકસ્માત સર્જાયો છે. ત્યાર બાદ ફરિયાદી તેમના પિતા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા તે દરમિયાન તેમને જાણ થઈ કે, ફરિયાદીના મોટા ભાઈ પોતાની મોટરસાયકલ પર અંજારથી લાખાપર તેમની પત્નીને લેવા જઈ રહ્યા હતા, તે દરમીયાન કૃપા હોટલ સામે કોઈ ટ્રકને ઓવરટેક કરવા જતા પાછળથી એક પૂરઝડપે આવતાં ટ્રક ચાલકે તેને અડફેટે લેતા  અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ફરિયાદીના ભાઈને માથાના અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે અંજાર ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા પોલીસે ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ઈ.પી.કો કલમ 279,304(એ), તેમજ એમ.વી. એક્ટ કલમ 177, 184 મુજબનો ગુનો નોંધી આગળની  કાર્યવાહી હાથ ધરી છે.