વરસામેડીમાં  ઘરમાલિક સૂતા રહ્યાને, ચોર 60,000ની ચોરી કરી પલાયન

આ અંગે વરસામેડી નીલકંઠ હોમ્સમાં મકાન નંબર 110માં રહેતા અને મુંદરા કસ્ટમમાં ફરજ બજાવતા મોહન ક્રિષ્ણા એન નામના આઈ.આર.એસ. અધિકારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.  

તા. 22/6ના રાત્રિના ભાગે આ અધિકારી અને તેમના પરિવારે ગરમીનાં કારણે ઉપરનો દરવાજો ખુલ્લો રાખી સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે જાગતા તેમના મકાનમાંથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ચોરે ઘરમાં પ્રવેશી નીચેના હોલમાંથી રોકડ રૂા. 10,000 તથા એપલ કંપનીનો મોબાઈલ એમ કુલ રૂા. 60,000ની મતાની તસ્કરી આચરી હોવાનું સામે આવ્યું હતું.  આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.