મુન્દ્રાના વડાલામાં વરલી મટકાનો આંકડાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
મુંદરા મરીન પોલીસે બાતમીના આધારે વડાલા ગામની જૂની સેનેટરી પાસે દરોડો પાડી મિલન બજારનો વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી-રમાડતા શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી હુસેન ઉર્ફે ડાડાળો સાલેમામદ જુણેજા (રહે. સુખપરવાસ મુંદરા)ને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂા. 1700 તથા બુક પેન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી