મોરબી ખાતે આવેલા ગાળા ગામમાં આવેલ કોમ્પ્લેક્સમાં આવેલ ગેસ ગોડાઉનમાં આગ લાગતાં ગેસ ગોડાઉનમાં પડી રહેલ ગેસ સિલિન્ડર પૈકી 10 સિલિન્ડર બોમ મારફતે બ્લાસ્ટ થઈ રોડ સુધી આવી પહોચ્યા હતા. ગેસ ગોડાઉનમાં લાગેલ આગ વધુ પ્રસરતા બાજુની દુકાનોમાં પણ ફેલાઈ હતી. આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમને આગ લાગી હોવાની જાણ થઈ હતી. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર સાવરે 9 વાગ્યાના અરસામાં આગ લાગ્યા હોવાનો કોલ આવ્યો હતો. ત્યાર બાદ તુરંત જ ફાયરની 2 ટીમ અને હાલમાં મળેલ રેસક્યું વાહન સહિતની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા હતા.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આગ બૂઝાવવા જતાં એક સ્થાનીકને દાઝી જવાથી સામાન્ય ઇજાઓ પહોચી હતી. ગોડાઉનમાં લાગેલ આગને 7 કલાક બાદ કાબુમાં લેવાઈ.