રાપરમા પરવાના વિનાની દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી હેમંત સામતાભાઈ કોલી રાપરવાળો પોતાના ઘરે છે. જેથી પોલીસે બાતમીના આધારે આરોપીના ઘર પર રેડ પાડી હેમંત કોલીને પકડી પાડ્યો હતો. પોલીસે મકાનની તલાસી લેતા ગેરકાયદેસર પરવાના વિનાની દેશી હાથ બનાવટની સિંગલનાળ વાળી બંદૂક મળી આવી હતી. જેની કિ. 3000 આંકવામાં આવી હતી. પોલીસે બંદૂક કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.