દુનિયાભરમાં જ્યારે 26 જૂનના દિવસે આંતરરાસ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં ડ્રગ્સના કારોબારે વધુ ઝડપે વેગ પકડ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સના બંધાણીઓની સંખ્યામાં ભારે પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં મહિલાઓ પણ સામેલ છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં 17.35 લાખ પુરુષો તેમજ 1.85 લાખ મહિલાઓ ડ્રગ્સના આદિ છે. આજના દિવસે જ્યારે નશીલા પદાર્થોથી દૂર રહેવા લોકોમાં જાગૃતિ આવી જોઈએ ત્યારે ગુજરાતની યુવા પેઢી ડ્રગ્સના બંધન તરફ વળી રહી છે. મળેલ માહિત અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાંથી 64,561 કિલો ડ્રગ્સ પકડાયું છે.