ઉત્તર ગુજરાત ખાતે આવેલ ઊંઝામાથી 3680 કિલો બનાવટી જીરુનો જથ્થો ઝડપાયો

આજના સમયમાં ડ્યુબ્લિકેટ વાસતુઓ ટ્રેન્ડ બની રહી છે. ત્યારે ગુજરાતમાં પણ બનાવટી ખાધ ચીજ વસ્તુઓ બજારમાં વેચાઈ રહી છે. મળેલ માહિતી અનુસાર ગાંધીનગરની ફૂડ ટીમે બનાવટી જીરું અંગે ઉત્તર ગુજરાતમાં આવેલ ઊંજામા રેડ પાડી હતી. જે દરમીયાન કૌભાંડ આચારનાર વેપારીની પ્રાથમીક તપાસ દરમીયાન સ્થળ ઉપર બનાવટી જીરુનું ઉત્પાદન થતું જોવા મળી આવ્યૂ હતું. પેઢીની વધુ તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં બ્રાઉન પાવડર તેમજ ગોળની રસી ભેળવી બનાવટી જીરું બનાવતા હોવાનું સામે આવ્યું હતું. રેડ દરમીયાન  ગોળની રસીનો 100 લીટર, બ્રાઉન પાવડર 350 ગ્રામ તેમજ ઝીણી વરિયાળીનો 630 ગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો 2700 ગ્રામ જથ્થો સ્થળ પર હાજર માલ ઝડપી પાડવામાં આવ્યો હતો.