અબડાસા ખાતે આવેલ સૂડધ્રોમાં એક પરિવારના ત્રણ સભ્યો થયા આકાશી વીજળી ના શિકાર : એકનું મોત બે ઘાયલ
કચ્છમાં સર્જાયેલા વરસાદી વાતવરણ વચ્ચે અબડાસા ખાતે આવેલ સૂડધ્રો ગામે વીજળી ત્રાટક્યની ઘટના બનેલ છે. સૂડધ્રો ગામનો એક ખેડૂત પરિવાર આજે મંગળવાર બપોરે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે, અચાનક આકાશમાંથી વીજળી પડી હતી. એક જ પરીવારના ત્રણ સદશ્યો ઉપર વીજળી પડતા એકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમજ બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા બન્ને વ્યક્તિને નલિયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે..