અંજારમાં 55 લાખ ભૂલથી અન્ય બેંક ખાતામાં જમા કરાવી દેવાયા બાદ પરત ન અપાતાં ફરિયાદ નોંધાઈ

અંજારમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની એપ્લિકેશન મારફતે ઓનલાઈન ટ્રાન્સફર કરેલા રૂપિયા 55,64,355 અન્ય શખ્સના ખાતામાં જમા થઈ ગયા હતા, જે નાણાં પરત ન કરી ઠગાઈ કરી હતી. અંજાર પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગઈ તા. 16/5ના સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. અહીંના સહજાનંદ પાર્કમાં રહેતા અને જી.આર.જી. કોસ્મેટિક પ્રા.લિ.માં મેનેજર તરીકે તરીકે કામ કરતા નીલેષભાઈ રમેશચંદ્ર બાંભણિયાએ વેલસ્પન ગ્લોબલ બ્રાન્ડસ લિ. કંપનીના ખાતામાં એપ્લિકેશન મારફતે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ શરતચૂકથી એક આંકડો અન્ય લખાઈ ગયો હતો. જેથી આ રકમ અન્યના ખાતામાં જમા થઈ ગઈ હતી. એક આંકડાની ભૂલના કારણે નાણાં અજાણ્યા શખ્સના ખાતામાં જમા થતા રકમ હોલ્ડ રાખવા અને રિફંડ કરવા બેંકમાં જાણ કરી હતી, પરંતુ નાણાં જમા થયેલા ખાતાના ધારકની લેખિત મંજૂરી વિના રૂપિયા પરત મળ્યા ન હતા. ત્યારે આ શખ્સ ઠગાઈ કરવાના ઈરાદે નાણાં રિફંડ કરવાની સહમતી ન આપતો હોવાનું ધ્યાને આવતા ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે પોલીસે ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંજારમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની એપ્લિકેશન મારફતે ઓનલાઈન ટ્રાન્સફર કરેલા રૂપિયા 55,64,355 અન્ય શખ્સના ખાતામાં જમા થઈ ગયા હતા, જે નાણાં પરત ન કરવામાં આવતા ઠગાઈ થઈ હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.

અંજાર સહજાનંદ પાર્કમાં રહેતા અને જી.આર.જી. કોસ્મેટિક પ્રા.લિ.માં મેનેજર તરીકે તરીકે કામ કરતા નીલેષભાઈ રમેશચંદ્ર બાંભણિયાએ આ અંગે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેમણે વેલસ્પન ગ્લોબલ બ્રાન્ડસ લિ. કંપનીના ખાતામાં એપ્લિકેશન મારફતે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ શરતચૂકથી એક આંકડો અન્ય લખાઈ ગયો,  જેથી આ રકમ અન્યના ખાતામાં જમા થઈ હતી.

એક આંકડાની ભૂલના કારણે નાણાં અજાણ્યા શખ્સના ખાતામાં જમા થતા રકમ હોલ્ડ રાખવા અને રિફંડ કરવા બેંકમાં જાણ કરી હતી, પરંતુ બેન્કે જણાવેલ કે, નાણાં જમા થયેલા ખાતાના ધારકની લેખિત મંજૂરી હોવી જરૂરી છે. બેન્ક તરફથી તમામ કાર્યવાહી કરવા છતાં પણ આ શખ્સ રકમ પોતાની ના હોવા છતાં ઠગાઈ કરવાના ઈરાદે નાણાં રિફંડ કરવાની સહમતી ન આપતો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.