ચીરઈ પાસે કારમાંથી શરાબ સાથે એક શખ્સ ઝડપાયો : બે  ફરાર 

ભચાઉના નાની ચીરઈ પાસે પોલીસે કારનો પીછો કરીને નવ શરાબ ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન એક શખ્સ ઝડપાઈ ગયો હતો જ્યારે બે આરોપી નાસી જવામાં સફળ રહ્યા હતા. 

આ અંગે મળતી માહિતી અનુસાર ભચાઉ પોલીસે સવારના અરસામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે યશોદાધામના બસ સ્ટેશન પાસે વોચમાં હતી. વોચ દરમિયાન બાતમી મુજબ વેરેના કાર આવતાં પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન આરોપીઓએ કાર હંકારી દેતાં પોલીસે કારનો પીછો કર્યો હતો. આરોપીઓ ચીરઈ પાસે કાર મૂકીને નાસી જવાની પેરવીમાં હતા ત્યારે પોલીસે એક આરોપી રમેશ નાગજી ભરવાડને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય બે આરોપી દેવેન્દ્ર ઉર્ફે ખોડીદાસ કાપડી, ધવન પ્રભુદાસ કાપડી નાસી જવામાં સફળ રહ્યા હતાં. પોલીસે  કારની તલાસી લેતા નવ હજારની કિંમતનો શરાબ મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહી એક્ટ અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.