ભુજ સહિત સમગ્ર કચ્છમાં બી.એસ.એન.એલ નું નેટવર્ક હજુ પણ ઠપ રહેતા કામગીરીમાં મુશ્કેલીઓ જોવા મળી રહી છે

ભુજ સહિત સમગ્ર કચ્છમાં બી.એસ.એન.એલ નુંનેટવર્ક હજુ ઠપ રહેતાં દસ્તાવેજો સહિતના તમામ કામમાં મુશ્કેલીઓ જોવા મળી રહી છે. ભુજ ખાતે આવેલી મામલતદાર કચેરીમાં દસ્તાવેજોની કામગીરી ઠપ થઈ ગઈ છે. આસપાસ વસેલી કંપનીઓને કચ્છ જીલ્લામાથી સૌથી વધુ  વધુ નફો થવા છતાં પણ તેઓ કચ્છ જિલ્લાને તે મુજબ સુવિધાઓ પૂરી પડાતી નથી॰ હાલમાં કચ્છની મુલાકાતે આવેલા દૂરસંચારમંત્રી મસમોટા વાયદાઓ કરીને જતા રહ્યા પરંતુ બી.એસ.એન.એલ ની સેવામાં કોઇ જ સુધારો થયો નથી. બિપરજોય વાવાઝોડાને 12 દિવસ પૂરા થવા આવ્યા છતાં પણ. બી.એસ.એન.એલનું નેટવર્ક આજે પણ ઠપ હાલતમાં છે જેના કારણે સરકારી કચેરીઓમાં થતી ઓનલાઈન કામગીરી બંધ હાલતમાં પડી છે. બી.એસ.એન.એલનું નેટવર્ક બંદ હોવાથી મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ, આવક-જાતિના દાખલા, નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ સહિતના કામો માટે આવેલા અરજદારોને ધરમનો ધક્કો પડ્યો હતો. ભુજ શહેરના રિલાયન્સ મોલ નજીક જેસીબી મારફતે કરાતા કામના કારણે કેબલ કપાઇ ગયેલ હતું, જેના કારણે મંગળવારે આખો દિવસ નેટ બંધ હોતા કામગીરે રૂંધાઈ હતી. આ બાબતે બપોરે  બી.એસ.એન.એલની ટીમને જાણ કરાઇ હતી, સમારકામ શરૂ કર્યું હતું પરંતુ નેટવર્કની સેવા કાર્યરત થઇ શકી ન હતી. મળેલ માહીતી અનુસાર માત્ર ભુજમાં જ નહી  પરંતુ સમગ્ર કચ્છમાં બીપોરજોય વાવાઝોડા બાદ ઠપ થયેલી સેવા નિયમિત ચાલુ ન થવાના કારણે સરકારી કચેરીઓમાં ઓનલાઈન કામગીરી ઠપ થઇ ગઇ છે. આ અંગે  કચ્છ જિલ્લાનું નેટવર્ક સંભાળતા ગોવિંદભાઈ દ્વારા જાણવા મળ્યું હતું કે, કચ્છમાં અસર થઈ હતી પરંતુ અમે બને તેટલા વહેલા ઉપાયો શોધ્યા હતા. માંડવી ખાતે હાઈ વૉલ્ટેજને કારણે ડિવાઇસ ઉડી જવાથી આજ સુધી જીસ્વાન શરૂ કરી શક્યા નહોતા.