ભુજ તાલુકાનાં શેખપીર ખાતે હેલમેટ વગર બાઇક ચલાવતા 100 વાહનચાલકોને દંડીત કરાયા   

આજના યુગમાં વાહનો ફીલ્મી ઢબે ચલાવવું એ ટ્રેન્ડ બની રહ્યું છે. લોકો જીવ જોખમાય એવી રીતે બેદરકારીથી વાહનો ચલાવી રહ્યા છે.   હાઇવે રોડ પર વાહન ચલાવતી વખતે સીટબેલ્ટ બાંધવું અને હેલ્મેટ પહેરવા ફરજીયાત હોવા છતા પણ મોટાભાગના વાહનચાલકો બાઈક  ચલાવતી વખતે હેલ્મેટ પહેરતા નથી પરિણામે ભારે વાહનની ટકકર લાગે કે બાઇક સ્લીપ થાય તેવા કિસ્સામાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતી હોવાથી મોતના બનાવો પરીણમે છે. કચ્છ જિલ્લામાં બાઇક સ્લીપ થવાથી માથાના ભાગે ઇજાઓ પહોચતી હોય તેવા રોજ 4 થી 5 બનાવો બને છે, ત્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ પોતાની કામગીરી નીભાવી રહ્યા છે, ટ્રાફિક પોલીસ દ્વારા પશ્ચિમ કચ્છમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશદ્વાર એવા શેખપીર ચેકપોસ્ટ ખાતે ખાસ ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે દરમીયાન 100 જેટલા વાહનચાલકો હેલ્મેટ વગર   વાહન ચલાવતા જોવા મળ્યા હતા જેઓને દંડીત કરવામાં આવ્યા છે. ઉપરાંત .વાહનચાલકોને હેલ્મેટ પહેરવા સમજ અપાઈ હતી