મુન્દ્રા ખાતે આવેલ સમાઘોઘાની પ્લાસ્ટિક કંપનીમાં વીજશોક લાગતાં યુવાનનું મોત નીપજયું

copy image

કચ્છમાં આપઘાત અને અકસ્માતે મોતના બનાવ  વધી રહ્યા છે. જેમાં મુન્દ્રા ખાતે આવેલ સમાઘોઘા કંપનીમાં તલવાણાનાં યુવાનને વીજશોટ લાગતાં તેનુ મોત નીપજયું હતું મુન્દ્રા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત અનુસાર આ બનાવ ગત રાત્રીના 1.30 વાગ્યાના અરસામાં સમાઘોઘા સ્થિત ભુજ પોલિમર નામક કંપનીમાં બન્યો હતો. જેમાં કંપનીના જીમ પ્લાન્ટમાં પોતાની ફરજ બજાવી રહેલા મીત રતીલાલ પટેલ નામના યુવાનને અજાણતા વીજશોક લાગતાં તેના મોઢા પરની ચામડી ગંભીર રીતે દાજી ગઈ હતી. સારવાર અર્થે તેને તુરંત સ્થાનિકના સીએચસી કેન્દ્રમાં ખસેડાવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.