મુંદરામાં બે દરોડામાં શરાબની 64 બોટલ ઝડપાઈ

copy image

આ અંગે મુંદરા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે રાત્રે બારોઇનો સિદ્ધરાજસિંહ મહિપતસિંહ રાઠોડને પોલીસે શરાબની બે બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે પકડાયેલ આરોપી સિદ્ધરાજસિંહના ઘરની તલાસી લેતા વ્હિસ્કીની વધુ 16 બોટલ મળી આવી હતી. પોલીસે આ શરાબના જથ્થા અંગે પૂછપરછ કરતાં શિરાચાનો ભરતસિંહ નટુભા ચૌહાણ વેચાણ અર્થે તેને આપી ગયો હોવાની કેફિયત આપી હતી.

પોલીસે કેફિયતના આધારે શિરાચામાં ભરતસિંહની વાડીમાં આવેલા રૂમ ઉપર દરોડો પાડતાં ત્યાંથી વ્હિસ્કીની 46 બોટલ મળી આવી હતી. પોલીસે ભરતસિંહને પકડી પાડી વધુ તપાસ હાથ ધરતા આ શરાબ નાની ખાખરનો રવિરાજસિંહ દિલીપસિંહ જાડેજા વેચાણ માટે આપી ગયો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે બે આરોપીને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.