વડોદરા ખાતે ભાયલી રેસીડેન્સીના બિલ્ડરની સામે અનેક લોકો સાથે છેતરપિંડી કરવાની ફરીયાદ પોલિસ મથકે નોંધાઈ છે.સત્યા ડેવલોપર્સ દ્વ્રાર નીર્મીત ભાયલી વિસ્તારમાં આવેલ સ્ટાર રેસીડેન્સીમાં સ્કીમના નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. સ્ટાર રેસીડેન્સીના બિલ્ડરે 1 ફ્લૅટ સામે બે થી ત્રણ વ્યક્તિ સાથે છેતરપિંડી કરાઇ હોવાની લોકો પોલીસ ફરિયાદ કરી રહ્યા છે. ચોકાવી દે તેવી બાબત આ છે કે સ્ટાર રેસીડેન્સીના બિલ્ડર સામે 40 થી વધુ ફરિયાદ હોવા છતાં પોલીસ તેને શોધવામાં શફળ થઈ નથી. રાજસ્થાનમાં કોટા ખાતે રહેતા રામપ્રકાશ છાબરા એ પણ પોતાની સાથે છેતરપિંડી થતાં તેમણે બિલ્ડર જયેશ નટવરભાઈ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રામપ્રકાશ છાબરાના જણાવ્યા અનુસાર સ્ટાર રેસીડેન્સીની સ્કીમમાં તેમણે 1.57 કરોડ ચૂકવી પાંચ ફ્લેટ બુક કરાવેલ હતા પરંતુ તેમાથી ત્રણ ફ્લેટના વેચાણ દસ્તાવેજ થયા નથી. બિલ્ડરે આપેલા ચેકો પરત ફર્યા હોવાને કારણે તેની ફરિયાદ પોલીસ મથકે કરાઇ છે.