ભુજમાં જુગાર રમતી 4 મહિલા ઝડપાઈ: 13,900નો મુદ્દામાલ જપ્ત

ભુજ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે સંજયનગરીમાં આવેલ વર્ષાબેન પ્રતાપભાઈ ડોડિયાના ઘર પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 4 મહિલા જુગાર રમતા નજરે પડી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 2900 તથા 4 મોબાઈલ ફોન કિ.રૂ.11000 મળી કુલ કિ.રૂ.13900નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

પકડાયેલ આરોપીઓ:

  1. વર્ષાબેન પ્રતાપભાઈ ડોડીયા ઉ.વ65 રહે. ભુજ
  2. રોશનબેન જુસબ કકલ ઉ.વ.30 રહે. ભુજ
  3. કિરણબેન સાગરભાઈ ગોસ્વામી ઉ.વ.19 રહે. ભુજ
  4. ભાવિનબેન કાંતીલાલ રાજગોર ઉ.વ.24 રહે. ભુજ