બાંગ્લાદેશી મહિલા નાગરિકને GIDC હંગામી આવાસ, ભુજ ખાતેથી ઝડપી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજ

હાલમાં અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. અને કોસ્ટલ સિકયુરીટી, અમદાવાદનાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશી નાગરિકો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની ખાસ ડ્રાઇવ ચાલુમાં હોય જે અન્વયે શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ડો.કરનરાજ વાઘેલા સાહેબ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશી નાગરિકો શોધી તેઓની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી.ભોલા તથા એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.

દરમ્યાન ગુપ્તચર એજન્સી દ્વારા ઇનપુટ મળેલ કે, ફાતીમાં લતીફ ખલીફા નામની બાંગ્લાદેશી યુવતી ભુજ તાલુકાના માધાપર ગામે ગેરકાયદેસર રીતે રહે છે તેમજ આ યુવતી અગાઉ પણ ગેરકાયદેસર રીતે ભારત દેશમાં વસવાટ કરવાના ગુનામાં પકડાયેલ હતી. જે ઇનપુટ અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી.ભોલા, પો.સ.ઇ.શ્રી એન.ડી.જાડેજા તથા એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓએ જરૂરી વર્કઆઉટ કરી સદર મહિલાને GIDC હંગામી આવાસ, ભુજ ખાતેથી પકડી એસ.ઓ.જી. કચેરી ખાતે લાવી પૂછપરછ કરતાં પોતાનું નામ ફાતીમા અખ્તર ઉર્ફે ફાતીમા ડો/ઓ હબીબ ચૌધરી(પઠાણ), ઉવ.૩૧ રહે. મુળ. શેખપારા મહોલ્લા, ખુલના જી. ખુલના, બાંગ્લાદેશ, હાલ. રહે ભવાની હોટલની પાછળ, રીટાબેનના મકાનમાં, મકાન નં. ૨૩-બી, માધાપર, તા.ભુજ જી.કચ્છ-ભુજવાળી હોવાનું જણાવેલ. તેમજ અગાઉ પણ તે ભારત દેશમાં પાસપોર્ટ-વીઝા વિના ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પકડાઇ ગયેલ હોય અને જેની સજા પૂર્ણ થતાં તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવેલ હોય અને ફરીવાર ત્યાંથી પરત વર્ષ ૨૦૧૬માં પાસપોર્ટ-વીઝા વિના ગેરકાયદેસર રીતે ભારત દેશમાં પ્રવેશ કરી કચ્છમાં આવેલ હોવાનું જણાવેલ. જે અન્વયે જરૂરી તપાસ કરતાં સદર બાંગ્લાદેશી મહિલા વર્ષ ૨૦૧૨માં ગેરકાયદેસર રીતે ભારત દેશમાં પ્રવેશ મેળવી પકડાઇ ગયેલ હોય જે અંગે તેની વિરૂધ્ધ ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં સજા પૂર્ણ કર્યેથી તેને વર્ષ ૨૦૧૬માં પરત બાંગ્લાદેશ

ડિપોર્ટ કરવામાં આવેલ હોવાનું જણાયેલ. જેથી સદર બાંગ્લાદેશી મહિલાને ડિટેઇન કરી ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરી વિશેષ પૂછપરછ અર્થે જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર, ભુજ ખાતે રાખવામાં આવેલ છે. આ કામેની આગળની તપાસ

એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજનાઓ દ્વારા ચાલુમાં છે. કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-

એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજના પો.ઇન્સ.શ્રી વી.વી.ભોલા, પો.સ.ઇ.શ્રી એન.ડી.જાડેજા, એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ જાડેજા, પો.હે.કો. મદનસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, મહિપતસિંહ સોલંકી, ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા ભુજ શહેર એ ડિવિઝન પો.સ્ટે.ના મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન સોલંકીનાઓએ સદર કાર્યવાહી કરેલ છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

(૧) સદર બાંગ્લાદેશી મહિલા નાગરિક ફાતીમા અખ્તર ઉર્ફે ફાતીમા ડો/ઓ હબીબ ચૌધરી (પઠાણ) અગાઉ સને ૨૦૧૨ માં ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે ભારત ગણરાજ્યમાં પ્રવેશ અને વસવાટના ગુનામાં પકડાયેલ છે.