ભુજ પાલારા ખાસ જેલની ઝડતી તપાસ દરમ્યાન અનઅધિકૃત રીતે ઉપયોગ થતાં એક મોબાઇલ ફોન – ૧, બે સીમ કાર્ડ તથા એક ચાર્જર શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજા
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા સાહેબનાઓએ અનઅધિકૃત રીતે પાલારા જેલમાં ઉપયોગ થતાં મોબાઇલ ફોનો શોધી કાઢવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, અનઅધિકૃત રીતે પાલારા જેલમાં મોબાઇલ ફોનો ઉપયોગ થાય છે. જે હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ. જયદિપસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, બલભદ્રસિંહ રાણા,મયુરધ્વજસિંહ જાડેજા, નવિનકુમાર જોષી, સુરજભાઈ વેગડા, વાલાભાઈ ગોયલ, મહિપાલસિંહ પુરોહિત સુનિલકુમાર પરમાર, રાજેન્દ્રસિંહ રાઠોડ, શકિતસિંહ ગઢવી તથા મહિલા પો.કોન્સ. પુજાબેન રાજપુત, રાજલબેન મેતા તથા દયાબેન રાઠોડ તથા બી.ડી.ડી.એસ. ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.કાગ સાહેબ તથા બી.ડી.ડી.એસ. ટીમના સ્ટાફનાઓ દ્વારા ગઈકાલ તા.૨૮/૦૬/૨૦૨૩ ના ભુજ પાલારા જેલમાં જઈ ઝડતી તપાસ કરતાં પાલારા જેલમાંથી ઝડતી દરમ્યાન મોબાઇલ ફોન નંગ – ૧ તથા ચાર્જિંગ નંગ – ૧ તથા સીમ કાર્ડ નંગ – ૨ કેદીઓ/આરોપીઓ દ્વારા અનઅધિકૃત રીતે ઉપયોગમાં લીધેલ મળી આવેલ. જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
મળી આવેલ મોબાઇલ ફોન તથા યાર તથા સીમ કાર્ડ
- સેમસંગ કંપનીનો સાદો મોબાઈલ ફોન વાળાનો ઉપયોગ કરતા કેદી/આરોપી
- તથા ચાર નંગ- ૧
સીમ કાર્ડ નંગ- ૨