ભુજમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા શખ્સને ઝડપી પાડતી ભુજ એ-ડિવિઝન પોલીસ

હાથ કડી

ભુજ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ઠોઠાવાળા વંડાની અવાવરુ જગ્યામાં જાહેરમાં એક બ્લૂ વ્હાઈટ ચેક્સ શર્ટ પહેરલ શખ્સ વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી ઉપરોક્ત બાતમી હકીકતવાળા આરોપી જાવેદ નાશીરભાઈ આરબને પકડી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી જાવેદ નાશીરભાઈ આરબ પાસેથી પેન ડાયરી તથા રોકડા રૂ. 720નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ 12(એ) અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી: જાવેદ નાશીરભાઈ આરબ ઉ.વ.32 રહે.ભુજ