મેઘપર બોરિચા ખાતે રોડ ક્રોસ કરતાં યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત નીપજયું

copy image

મુંદ્રા હાઈવે ખાતે આવેલ મેઘપર બોરીચા પાસે અજાણ્યા બોલેરો દ્વારા યુવકને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચવાના કારણે યુવકનું મોત નીપજયું હતું. આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર મૃત્યુ પામનાર વ્યક્તિ મૂળ યુપીનો રહેવાસી હતો. 22 વર્ષિય આભિષેક નામક યુવક રોડ ક્રોસ કરતો હતો ત્યારે રાત્રીના પોણા બાર વાગ્યે અજાણ્યા બોલેરો ચાલકે તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયું હતું. તે દરમીયાન યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રશ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતો પરંતુ સારવાર દરમીયાન તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જિ નાશી છૂટેલ અરોપી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.