અંતરજાળમાં કાર ચાલકે રાહદારી મહિલા તથા બાળકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

અંતરજાળમાં કાર ચાલકે મહિલા તથા બાળકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોચતા મોત નીપજયું હતું.

આ અંગે અંતરજાળના રવેચીનગરમાં રહેતા કનુભાઈ ડાયાભાઈ ભીલે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેમના સાસુ મંગુબેન અને સાઢુભાઈનો દીકરો રણવીર બપોરના સમયમાં સબંધીના ઘરેથી જમીને પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જનતા પેટ્રોલપંપની સામે આવેલ બુઢા આશ્રમ પાસે પહોચતા GJ-12-BF-4647ના કાર ચાલકે પોતાની કાર બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી દાદી પૌત્રને અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત દાદી-પૌત્રને સારવાર અર્થે ડિવાઈન લાઈફ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં મંગુબેનનું મોત નીપજયું હતું, જયારે રણવીરને માથાના ભાગે તેમજ શરીરે નાની મોટી ઈજાઓ પહોચી હતી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.