હનીટ્રેપમાં સંડોવાયેલ આરોપી રિદ્ધિના રિમાન્ડ પૂર્ણ થતાં ગળપાદર જેલમાં ધકેલાઈ

માધાપરના દિલીપ આહીરને હનીટ્રેપની જાળમાં ફસાવીને રૂપિયા ચાર કરોડની ખંડણી માંગવામાં  આવી હતી. જે કેસમાં રિદ્ધિ નામની યુવતીની વડોદરાથી ધરપકડ કરાઈ હતી. 32 વર્ષીય રિદ્ધિ વસાવાને નખત્રાણા કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બે દિવસના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરાતા એલસીબીને આ કેસમાં અત્યંત મહત્વપૂર્ણ પુરાવાઓ હાથ લાગ્યા છે જે પુરાવાઓના આધારે હાલ તપાસના ચક્રો ગતિમાન બન્યા છે. રિદ્ધિના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટના આદેશથી ગળપાદર જેલમાં ધકેલવામાં આવી છે.

મુખ્ય આરોપી મનીષા પાલારા જેલમાં હોવાથી કોર્ટે દિવ્યા ચૌહાણને ગળપાદરની જેલમાં રાખવાનો હુકમ કર્યો હતો તો હવે વડોદરાની અન્ય મહિલા આરોપી રિદ્ધિને પણ ગળપાદર જેલમાં રાખવાનો હુકમ કરાયો  છે.