મહેસાણા ખાતે નાગાસાધુના વેશમાં સોનાની માળા લૂંટી જનારા મદારી ગેંગના 2 ઈશમો ઝડપી પડાયા

હાથ કડી

 મહેસાણા ખાતેથી મદારી ગેંગના 2 ઈશમો ઝડપી પડાયા. 28 દિવસ પહેલા મિત્ર સાથે રોડ ઉપર વોકિંગમાં નીકળેલા નિવૃત એસટી કર્મચારી રમેશપુરી ગોસ્વામી નામના વ્યાક્તિના ગળામાંથી સરનામું પૂછવાના બહાને સોનાની માળા છીનવી નાશી  છૂટેલા 2 ઈશમો નાગાસાધુ અને ડ્રાઇવરને વસઈ પોલીસે ગોઝારિયા રેલવે ફાટક પાસેથી ઝડપી પાડ્યા હતા.

   બુધવારે પીએસઆઇ અનિલ ચૌધરીએ ટીમ સાથે ગોઝારિયા રેલવે ફાટક નજીક વોચ ગોઠવી કરણનાથ ઉર્ફે બચીયો નટવરનાથ મદારી અને રાહુલનાથ કંચનનાથ મદારીને ઝડપી લીધા હતા. વધુ પૂછપરછ કરતાં કડા રોડ પર સોનાની માળા લૂંટી હોવાની બાબત સ્વીકારતા કરતાં પોલીસે માળા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.