પ્રોહીબિશનનો ગણનપાત્ર કેસ શોધી કાઢતી નલીયા પોલીસ

નલિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રુફી નાની ગામમાં રહેતા ખુમાનસિંહ દેવાજી સોઢા તથા પરેશ હિરાલાલ યાદવ બંને ધ્રુફી નાનીથી ધ્રુફી મોટી ગામ તરફ જતાં રોડના બાજુમાં આવેલ પાણીના ટાંકા પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેપલો કરી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આરોપી પરેશ હિરાલાલ યાદવને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઉપરોક્ત સ્થળ પર તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 51 નંગ બોટલ કિ.રૂ. 9800 તથા બીયર ટીન નંગ 10 કિ.રૂ.2000 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 11,800નો શરાબ તથા મોબાઈલ ફોન કિ.રૂ.5,000 મળી કુલ કિ.રૂ. 16,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપી પરેશ હિરાલાલ યાદવને પુછપરછ કરતાં આ જથ્થો ધ્રુફી નાની ગામમાં રહેતો ખુમાનસિંહ દેવાજી સોઢા વેચાણ અર્થે આપી ગયો હોવાની કેફિયત આપી હતી. જોકે દરોડા દરમિયાન તે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.