કચ્છમાં એસ ટી સ્ટાફની ઘટના કારણે દરોરોજના 40 થી 50 સિડ્યુઅલ રદ કરવાની ફરજ પડી
કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાનો પ્રશ્ન પહેલાથી જ છે. છતાં પણ શિક્ષણકાર્યમાં કોઈ રુકાવટપૂર્વક બાબત જોવા મળી નથી. પરંતુ જિલ્લામાં એસ.ટી. તંત્રમાં સ્ટાફ ઘટના કારણે દરરોજના 40થી 50 શિડ્યુઅલ રદ કરવા પર પરિસ્થીતી આવીને ઊભી રહી ગાય છે. મળેલ માહિતી અનુસાર મિકેનિકલ 485 મંજુર મહેકમ સામે 315 જેટલી જગ્યા ખાલી છે. ડ્રાઈવરની 740 માંથી 100 જગ્યા ખાલી છે. જેમાં 40 જેટલા ગેરહાજર રહે છે. કંડકટરની 772 માંથી 142 જગ્યા ખાલી છે. ક્લાર્કની 156 સામે માત્ર 29 સીટ જ ભરેલી છે.
હાલમાં ગેરહાજર રહેતા 17 જેટલા ડ્રાઈવર તેમજ કંડકટરને નોકરીમાંથી છૂટા કરી દીધા છે, તેમજ વધુ 60થી 70 સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમને પણ ટૂંક સમયમાં છૂટા કરી દેવામાં આવશે. 25 જેટલા કર્મચારીઓએ અન્ય જગ્યાએ નોકરી મળતા સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. પરિણામે વહીવટી કામ તો ઠીક પણ યાંત્રિક અને સંચાલન ઉપર આડ અસર પડી છે.
ભરતી અંગે બનેલા નિયમોમાં છૂટછાટ તો આપવામાં આવી છે. પરંતુ, સ્થાનિકોને આપવામાં નથી આવ્યું તેમજ બહારના ઉમેદવારો લાંબો સમય સુધી ટકી શકતા નથી, પરીણામે સ્થાનિકોને અગ્રતાક્રમે મૂકવા અથવા તો ભરતી થનારાણે પાંચ વર્ષ સુધી તમામ પ્રમાણપત્ર એસ.ટી.માં જમા કરાવવાની શરત મૂકવી એજ એક હલ સામે દેખાઈ રહ્યો છે. મળેલ મહીતે અનુસાર મોટાભાગના ઉત્તર ગુજરાતમાંથી મેરિટના આધારે પસંદગી કરાયેલ હતી .ગ્રેજ્યુએટ તેમજ ડબલ ગ્રેજ્યુએટ હોવાથી તુરંત બેરોજગારી દૂર કરવા અર્થે ભરતી કરાઈ હતી. પરંતુ, તેમને હાજરી આપવામાં વધુ રસ જણાયો ન હતો