ભુજના મછીયારા વિસ્તારમાથી 7000ના ગાંજા સાથે એક સખ્શને ઝડપી પાડતી એસઓજી ટીમ

copy image

ભુજથી ગાંજો વેચતા વધુ એક ઈશમને ઝડપી પડાયો. ભુજ ખાતેથી 692 ગ્રામ ગાંજા સહીત એક ઈશમને એસઓજી દ્વારા  ઝડપી લેવાયો છે. ભુજ ખાતે આવેલ મછીયારા વિસ્તારમાં કરાયેલ  કામગીરી દરમીયાન છૂટક વેચાણ અર્થે રાખેલી કુલ 140 કોથળીઓ બરામત થઈ છે. ઈશમ પાસેથી મોબાઈલ તેમજ રોકડ સહિત કુલ રૂ.13 હજારનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો છે.

મળેલ માહીતી અનુસાર એસઓજી કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ભુજના મછીયારા વિસ્તારમાં આરોપી 44 વર્ષીય અબ્દુલ ઉર્ફે ધતુરો સિદિક કેવરને માદક પદાર્થ ગાંજા સહીત પકડી પાડવામાં આવેલ છે. ગુનેહગાર પાસેથી 692 ગ્રામ ગાંજો કુલ કી.6920 નો મુદામાલ ઝડપી ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​​​​​​​પ્રાથમીક તપાસ દરમીયાન જાણવા મળેલ કે આરોપી ભુજના કોઈ વ્યક્તિ પાસેથી ગાંજાની આપ-લે કરતો તેમજ ભુજના જુદા જુદા વિસ્તારોમાં છુટક વેચાણ કરતો હતો. માલ આપનાર શખ્સને પકડી પાડવા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.