અંજાર તાલુકાનાં નાગલપર ગામ ખાતે ગૌવંશ કતલની આશંકા કરાઈ

   અંજાર ખાતે આવેલા નાગલપર ગામના વાળી વિસ્તારમા ર્ગૌવંશની કતલ કરાઇ હોવાની આશ઼કા વાળીના માલિક દ્વ્રારા વ્યક્ત કરાઈ છે. ત્યાર બાદ પૂર્વ કચ્છ હિન્દુ યુવા સંગઠનની ટીમ દ્વારા પોલીસ મથકે પહોચી જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતાં દોડધામ મચી હતી. આ ઘટના બાબતે મડેલ માહીતી અનુસાર નાગલપર સીમના વિસ્તારમાં ગૌવંશની કતલ કરાઇ હોવાની આશંકા વાળીના માલિક દ્વારા વ્યક્ત કરતાં તુરંત જ હિન્દુ યુવા સંગઠનની ટીમ ત્યાં પહોચી ગઈ હતી  

       પોલીસને જાણ થતાં પોલીસ તુરંત ઘટનાસ્થળે હજાર થઈ હતી. તેમજ પશુ ચિકિત્સક ડો.નાથાણીએ કરેલ પરીક્ષણ દ્વારા જાણ થઈ હતી કે હોજરી અને આંતરડા મળ્યા છે જેથી કયું પ્રાણી હોય તે કહી ન શકાય તેથી ફોરેન્સિક વીભાગને પણ જાણ કરાતાં તેઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા. તેમજ આગળની તપાસ હાથ ધરવામાં આવે છે.