ભુજમાં જુગાર રમતો 1 જુગારી ઝડપાયો: 2 ફરાર
ભુજ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, લોટસ કોલોની રામદેવપીર ચોકમાં જાહેરમાં અમુક શખ્સો ધાણીપાસાનો જુગાર રમી રહ્યા છે. પોલીસે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 1 આરોપીને પકડી પાડ્યો હતો જ્યારે 2 નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે રોકડા રૂ. 2400, એક મોબાઈલ ફોન કિ.રૂ. 12,000 મળી કુલ કિ.રૂ. 14,400નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપી:
- વિનોદ રામલાલ ઘાવરી ઉ.વ. 45 રહે. ભુજ
ફરાર આરોપીઓ:
- અજય પ્રકાશ લોહાર રહે. ભુજ
- અંકિત નરેશ ગેહલોત રહે. ભુજ