મુંદ્રા રોડ ખાતે બાવળની ઝાડીઓમાથી બે યુવાનની લાશ બરામત થઈ
copy image
ગત દીવસે મુન્દ્રા રોડ પર આવેલ સેનેટરી નજીક બાવળની ઝાડીઓમાંથી બે યુવાનની લાશ બરામત થતાં હાહાકાર મચ્યો હતો. પ્રાથમિક તપાસ દરમીયાન ભુજ અને સમત્રા ના યુવાનોએ સાથે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. બનેલ ઘટના અંગે અનેક સવાલો ઊભા થયા છે. હાલમાં મૃતદેહને તાપસ અર્થે જામનગર ખાતે મોકલવામાં આવેલ છે.
આસપાસના વિસ્તારમાં તપાસ કરતા ઓરડીમાં ઝેરી દવાની બોટલ નઝરે ચડી હતી. બન્ને યુવાનના મૃતદેહને બહાર કાઢી જી.કે.જનરલ હોસ્પીટલ ખાતે લઈ જઈ પોલીસ દ્વારા વધુ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ કરતાં ભુજના મેહુલ પાર્કમાં રહેતો 26 વર્ષીય કલ્પેશ કાનજી રાઠોડ અને સામત્રા ગામે રહેતો 30 વર્ષીય ભીમજી રામજી મહેશ્વરી તેમજ બને સારા મીત્ર હોવાનુ સામે આવ્યું છે. ઘટનાસ્થળ ડીવીઝન પોલીસની હદમાં આવતો હોવાથી હાલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.