મોટા લાયજામા જુગાર રમતી 8 મહિલા સહિત 9 જુગાર પ્રેમી ઝડપાયા
માંડવી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોટા લાયજામા સનાતનગરમાં જાહેરમાં અમુક મહિલા તથા પુરુષો તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતી 8 મહિલા તથા એક પુરુષને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ પાસેથી 21920નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- માલબેન હરી વરજાંગ ગઢવી ઉ.વ. 33 રહે. મોટા લાયજા
- વીરબેન ગોવિંદ ધનરાજ ગઢવી ઉ.વ. 49 રહે. મોટા લાયજા
- દેવલબેન પચાણ લક્ષ્મણ રબારી ઉ.વ. 29 રહે. ધભણ
- લક્ષ્મીબેન માણેક મેઘરાજ ગઢવી ઉ.વ. 45 રહે. મોટા લાયજા
- હંસાબેન હીરા કલ્યાણ ગઢવી ઉ.વ. 45 રહે. પાંચોટીયા
- આયશુબેન મામદ સાલે જત ઉ.વ. 40 રહે. હમલા
- દેવશ્રીબેન દેવાંધ નાગાજણ ગઢવી ઉ.વ. 50 રહે. મોટા લાયજા
- હિરબેન ગલુ કલ્યાણ ગઢવી ઉ.વ. 62 રહે. પાંચોટીયા
- કરીમ મામદ જત ઉ.વ.19 રહે. હમલા