દયાપર ખાતે પગપાળા જતી મહીલાને અજાણ્યા બાઇક ચાલે અડફેટે લેતા મોત નીપજયું  

copy image

                                મૂળ લખપત તાલુકાનાં આશાલડી ગામની રહેવાશી ફાતમાબાઈ નામક મહિલા દયાપર ખાતે પગપાળા જઈ રહી હતી, તે દરમીયાન અજાણ્યા બાઈકે ટક્કર મારતા મહીલાનું મોત નીપજયું હતું. મળેલ માહિતી અનુસાર મહીલા મૂળ અડાલશીને રહેવાશી હતી,  તે દયાપાર તરફ પગપાળા જય રહી હતી તે  સમય દરમીયાન અજાણ્યા બાઇક ચાલકે તેને ટક્કર મારતા મહીલાને ગંભીર પ્રકારની ઇજાઓ પહોચી હતી. ત્યાર બાદ મહીલાને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. સારવાર દરમીયાન મહીલાનું મોત નિપજયું હતું. દયાપર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.