આદીપુર ખાતે રીક્ષાચાલક દ્વારા અક્સમાત સર્જતા એકનું મોત બે ઘાયલ

copy image

આદીપુર ખાતે આવેલ હનુમાન મંદીરેથી પાછા ફરેલા મહાદેવ દેવ ભાઈ અને તેમના પુત્ર તેમજ મહેશભાઇ ઠક્કર નામક વ્યક્તિ ઊભા રહી વાતો કરી રહ્યા હતા તે દરમીયાન અજાણ્યા રિક્ષાચાલકે બેદરકારીથી પૂરઝડપે રિક્સા ચલાવી અકસ્માત સર્જતા ત્રણેય લોકોને ગંભીર ઇજાઓ પહોચાડી હતી. ત્રણેય વ્યક્તિઓને સારવાર અંગે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. ત્યારે મહાદેવ ભાઈ નામક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમીયાન તેમનું મોત નીપજયું હતું. આદીપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.