સામખ્યાળી તથા રાપર પોલીસ સ્ટેશનમાં થયેલ ઘરફોડ ચોરીના ફુલે ત્રણ ગુના શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પુર્વ –કચ્છ, ગાંધીધામ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા, તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી શ્રી એમ.એમ.જાડેજા પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં પો.સ.ઈ.શ્રી એસ.એસ.વરૂ તથા પો.સ.ઈ.શ્રી વી.આર.પટેલ તથા એલ.સી.બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ઘરફોડ ચોરીનાં ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે નીચે જણાવેલ ઇસમો પોતાના અન્ય સાગરીતો સાથે મળી ચોરી કરેલ જે ચો૨ીના મુદામાલ દાગીના સાથે પકડી પાડી સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી કુલે ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરી આગળની કાર્યવાહી માટે સામખ્યાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
પડાયેલ આરોપીઓનાં નામ
(૧) ભરત રામજી ડોલી ઉ.વ. ૨૯ ૨હે. રામાપીર વાસ,બાદરગઢ તા.રાપર (૨) પ્રકાશભાઈ જખુભાઇ બડગા (મહેશ્વરી) ઉ.વ. 33 રહે. મ.નં. ૧૬૦,લુણંગનગર વોર્ડ નં.-૯/બી,ભારતનગર ગાંધીધામ
કબ્જે કરેલ મુદ્દામાલ
ચાંદીના સાંકળા જોડી-૩ કિ.રૂ. ૨૩૮૦૦/-
સોનાની ચેઇન નંગ-૪ ડિ.રૂ. ૧,૨૩,000/- સોનાની વીંટી નંગ-૧ કિ.રૂ. ૪૮૦૦/-
સોનાના નાકના દાણા નંગ-૧ કિ.રૂ. 300/-
ચાંદીના છત૨ના ટુકડાનું વજન ૪૯૦ ગ્રામ કિ.રૂ. ૧૯૦૦૦/- અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૩ કિ.રૂ. ૧૦,૫૦૦/-
મો.સા.નંગ-૨ કિ.રૂ. ૬૫000/-
કુલે કિ.રૂ. ૨,૪૬,૪૦૦/-
[0:12 pm, 03/07/2023] Priyanka M: શોધાયેલ ગુના
(૧) સામખ્યાળી પો.સ્ટે. ગુ.ર.નં. ૭૧૯૮/૨૦૨૩ઇ.પી.કો.ક. ૩૮૦,૪૫૪,૪૫૭ (૨) સામખ્યાળી પો.સ્ટે. ગુ.ર.નં. 0૧૨૨/૨૦૨૩ઇ.પી.કો.ક. ૪૫૪,૩૮૦
(3) રા૫ર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૪૦/૨૦૨૩ ઈ.પી.કો.ક. ૩૮૦,૪૫૪,૪૫૭
આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર એસ.એસ.વરૂ તથા વી.આર.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.